તાપી જિલ્લાના વર્ષોથી જંગલ જમીનના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભવ્ય રેલી કઢી કલેકટરને આવેદનપત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 13 સપ્ટેમ્બર ‘આંતરરાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસ’, આ દિવસનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અધિકારો અને સંસ્કૃતિને માન્યતા આપવી અને તેમના હિતો ને પ્રોત્સાહન આપવાનો છે.
આજ રોજ આદિવાસી અધિકાર દિવસે તાપી જિલ્લામાં આદિવાસી સમુદાયના હજારો લોકો દ્વારા વ્યારાનાં જનક નાકા પાસેથી ભવ્ય રેલી કાઢી વ્યારા બજારમાં થઈ તાપી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.
આદિવાસી જંગલ, જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ 2006 અને તેના નિયમો 2008 અને સુધારા નિયમો 2012 ઘડવામાં આવ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લાના વર્ષોથી જંગલ જમીનના પડતર પ્રશ્નો બાબતે નિરાકરણ કરવા આવેદન આપી ટૂંક સમયમાં સમાધાન લાવવા રજૂઆત કરવામા આવી હતી.
ન્યુઝ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો