પોષણ માસની ઉજવણી નિમિત્તે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૩ તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ પોતાની ભાગીદારી નોંધાવી હતી.

આ રેલીમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને બુહારીનાં ઉપસરપંચશ્રી સુરજભાઈ દેસાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષશ્રી તૃપ્તિબેન, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, મુખ્ય સેવિકા, બ્લોક કોઓર્ડીનેટર, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, આરોગ્ય સ્ટાફ, ટ્રાફિક પોલીસ, ધાત્રીમાતા, કિશોરીઓ, આંગણવાડી તથા શાળાના બાળકો, વાલીઓ તથા અન્ય નાગરિકો રેલી માં જોડાયા હતા. આ રેલી બુહારી માર્કેટ યાર્ડ થી નીકળી મેઈન બજાર સુધી પહોચી હતી. રેલીમાં ઢોલ વગાડી પોષણ અંગેના સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા.

આ ઉપરાંત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોના વર્કર બહેનો દ્વારા અને કચેરીના કર્મચારીઓ દ્વારા PHC અને NRCની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અધુરા માસે જ્ન્મેલ બાળકો અને જન્મ સમયે વજન ઓછુ હોય તેમની મુલાકાત લઈ આઇ.સી.ડી.એસ ના લાભો વિશે અને બાલશક્તિ વિશે સમજણ પુરી પાડવામા આવી હતી.

આ સાથે ગણેસ ઉત્સવ નિમિત્તે બનાવેલ ગણેશ પંડાલોમાં જઇ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ત્યાના લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ.ના લાભોથી અવગત કરવામાં આવ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *