તાપી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૨૩ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

Contact News Publisher

સમગ્ર તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં ૨૫ જેટલા સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની ૫૪ જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવુ સુચારૂ આયોજન

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે

જનભાગીદારી સાથે તાપી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને અનુરોધ કરતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ

તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૩- રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ,સ્વચ્છતા હી સેવા,એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જેમાં માહિતી આપતા કલેકરટરશ્રી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે સમગ્ર તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં ૨૫ જેટલા સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની ૫૪ જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવુ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્મો યોજાશે. જનભાગીદારી સાથે તાપી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે અનુરોધ કર્યો હતો.

નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ એ જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારને આવરી લઈ ૧૭ સપ્ટેમ્બરના રોજ વ્યારા તાલુકાના કરંજવેલ,વ્યારા નગરપાલિકા, ડોલવણ તાલુકાના બેડચીત,વાલોડના ગોલણ,સોનગઢના ઉખલદા અને સોનગઢ નગરપાલિકા વિસ્તાર, ઉચ્છલના નારણપુર,નિઝરના સાયલા અને કુકરમુંડામાં સેવાસેતુના કાર્યક્રમો પ્રારંભ કરાશે.

જિલ્લા ગ્રામ વિકાસ નિયામક એજન્સીના નિયામકશ્રી ખ્યાતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર તાપી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારી સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં જાહેર સ્થળો,બગીચાઓ,બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ ગ્રામ વિકાસ વિભાગ,શિક્ષણ,આરોગ્ય,ખેતીવાડી વિભાગો સાથે સંકલન કરી તમામ નાગરિકો સહભાગી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.આ સમય દરમિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાશે.

૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *