વિશ્વ આદીવાસી અધિકાર દિવસે ઉચ્છલનાં 34 જેટલા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા આવેદન પત્ર સોંપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) :  સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2007માં ૧૩મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુુજરાતના તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિશેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે પડતર પ્રશ્નોની માંગણીને ફરી દોહરાવી હતી.

જેમાં ઉચ્છલ તાલુકાના 34 જેટલા પડતર પ્રશ્નો જેમાં શૈક્ષણિક, પ્રાથમિક આરોગ્ય અને સામાજિક મુદ્દાઓને લઈને ઉચ્છલ તાલુકાના મામલતદારશ્રી મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમા ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિના મંત્રીશ્રી દાસુભાઇ વસાવા, ઉચ્છલ તાલુકા ઉપપ્રમુખ માજી વિનોદભાઈ ગામીત, સામાજિક કાર્યકર્તા વસાવા ભૂપેન્દ્ર, અંકુર વસાવા, સમુવેલ ગામીત, કલ્પેશ ગામીત, માજી સરપંચ ઉચ્છલના સકારામભાઈ, મહિલા આગેવાનો સવિતાબેન ગામીત, નિરંજનાબેન ગામીત, બબીતાબેન વસાવા, મીરાબેન તાવડે વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *