નિઝરના પિશાવર નાકા પોઇન્ટ પાસે આવેલ પુલીયા પરથી કુદતા યુવકને બચાવી લઇ સરાહનીય કામગીરી કરતી નિઝર પોલીસ સ્ટેશનનાં જી.આર.ડી. જવાનો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી તાપી નદિના પુલ પરથી તેમજ નાના પુલિયા પરથી અવારનવાર અજાણ્યા લોકો પાણીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે જેથી પો.ઈ.શ્રી વી.કે. પટેલ નિઝર પોલીસ સ્ટેશનની સુચના આધારે નિઝર પો.સ્ટે. વિસ્તારના તાપી નદી ઉપરના કાવઠા બ્રિજ તથા હથોડા બ્રિજ તથા નાના પુલીયા ઉપર પોલીસ/જી.આર.ડી. ના પોઇન્ટ ગોઠવી સતત પેટ્રોલીંગ રાખી આવા અજાણ્યા લોકો પાણીમાં છલાંગ લગાવતા અટકાવી શકાય.
જે સુચના આધારે આજે તા. ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ આશરે સાંજના સાડા આઠેક વાગ્યાના સમયે મહારાષ્ટ્ર રાજ્યના તળોદા તાલુકાના આમલાડ ગામનો કૈલાશભાઇ એકનાથભાઇ કોળી ઉ.વ.૨૫. પીશાવર ગામ પાસે આવેલ પુલીયા ઉપર કોઇ અંગત કારણસર આત્મહત્યા કરવા આવેલ ત્યારે નિઝર પોલીસ સ્ટેશનના GRD જિજ્ઞેશભાઇ બબનભાઇ પાનપાટીલ તથા GRD વિલાસભાઇ દિલીપભાઇ સાવરેએ પુલ ઉપર તાત્કાલીક પહોચી આ યુવકને પુલ પરથી પાણીમાં કુદવા જતા બચાવી લઇ પિશાવર ચોકી ઉપર લાવેલ અને જે બાબતે PI શ્રી વી.કે. પટેલ નિઝર પોલીસ સ્ટેશનને જાણ કરતા PI શ્રી તાત્કાલીક પિશાવર ચોકી ઉપર પહોચી આ આત્મહત્યા કરવા આવેલ યુવકને સમજાવી તેના પરીવારને સોંપેલ અને યુવકને આત્મહત્યા કરતા બચાવી લઇ બન્ને GRD સભ્યોએ સરાહનીય કામગીરી કરેલ છે.
સરાહનીય કામગીરી કરનાર :-
(૧) GRD જિજ્ઞેશભાઇ બબનભાઇ પાનપાટીલ
(૨) GRD વિલાસભાઇ દિલીપભાઇ સાવરે