તાપી જિલ્લામા પોષણ માહ-૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રવૃતિ દ્રારા ઉજવણી કરાઇ

Contact News Publisher

ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ પંડાલોમાં જઈ આંગણવાડી કાર્યકરો દ્વારા ટીએચઆરના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૨ રાજ્ય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ, બાળકો, સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા સમગ્ર રાજ્યામા પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ થી ઓછી ઉંમરના બાળકો માં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામા આવી રહ્યા છે.


તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રવૃતિ દ્વારા ઉજવણી કરતા કાર્યક્ર્મો નુ આયોજન કરવામા આવ્યું છે. આજ રોજ ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ પંડાલોમાં જઈ આંગણવાડી કાર્યકરો દ્વારા ટીએચઆરના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોષણ માસની ઉજવણીનો મુખ્ય આશય મહિલાઓને સશક્ત બનાવવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જે માટે પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. તાપી જિલ્લામાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.બાળકોના સર્વાંગી વિકાસને વધુ મજબુત કરવા પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *