શંકાસ્પદ ખેત વપરાશ અંગેનુ સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતરની બેગોનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી. જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એલ.સી.બી. /પેરોલફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાં આવેલ ભારત પેટ્રોલપંપની સામે ધુલીયાથી સુરત જતા હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક બોડીના ઉપર તાડપત્રી બાધેલ હોય જે આવતા તેને રોકી ચેક કરતા તેમાં બેસેલ ચાલકે ટ્રકમાં યુરીયા ખાતરની ગુણો ભરેલ હોવાની હકીકત જણાવતા ટ્રક ચેક કરતા તેમજ ટ્રક ચાલક તેમજ સાથેના ક્લીનરની પુછપરછ દરમ્યાન આ ટ્રકમાં ભરેલ યુરીયા ખાતર શંકાસ્પદ હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાતુ હોય, એગ્રીકલ્ચર ઓફિસર ઉચ્છલને બોલાવી કાર્યવાહી કરતા એક ટાટા ટ્રક LTP 3118 જેનો રજીસ્ટ્રેશન નંબર MP-09-HH-1100 માં આ ટ્રકના ચાલક ઇદરીશ નજાકત અલી મકરાણી ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.મોટી રાજમોહી તા.અક્કકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર તથા ક્લીનર અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી ઉ.વ.રર ધંધો.ક્લીનર રહે. મોટી રાજમોહી તા.અક્કકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્રના કબજામાંથી શંકાસ્પદ ખેત વપરાશ અંગેનુ સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતરની બેગો નંગ -૪૦૦ જે એક બેગનુ વજન ૪૫ કિલો જે કુલ્લે ૧૮૦૦૦/- કિલો હોય જે એક કિલો યુરીયાની આશરે કિ.રૂ.૨૦/- લેખે કુલ્લે કિ.રૂ.૩,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ તથા પકડાયેલ ટાટા ટ્રક LTP 3118 જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ ની વિગતઃ-

(૧) ખેત વપરાશ અંગેનુ સબસીડી વાળુ નીમ કોટેક યુરીયા ખાતરની બેગો નંગ -૪૦૦ જે એક બેગનુ વજન ૪૫ કિલો જે કુલ્લે ૧૮૦૦0/- કિલો હોય જે એક કિલો યુરીયાની આશરે કિ.રૂ.૨૦/- લેખે કુલ્લે કિ.રૂ.૩,૬૦,૦૦૦/-

(૨) ટાટા ટ્રક LTP 3118 જેનો રજી.નંબર MP-09-HH-1100 રૂ. ७,००,०००/- કુલ મુદ્દામાલ રૂપિયા- ૧૦,૬૦,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી, જે.બી. આહિર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.૬૫૪, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *