ઉમરપાડા તાલુકાની સામપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 5 મી સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે પ્રાથમિક શાળા સામપુરા ખાતે શિક્ષકદિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ શિક્ષક તરીકે કાર્ય કરનાર વિદ્યાર્થીઓને ધોરણ, વિષય અને તેનો એકમ ફાળવી આપવામાં આવ્યા હતાં. ઉજવણીનાં દિવસે સવારે 10:30 વાગ્યાથી તમામ કામગીરી વહેંચણી મુજબ બાળકો દ્વારા સ્વયંસંચાલિત કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને જણાવ્યું હતું કે આપણા બધાનાં પ્રથમ શિક્ષક છે આપણી જન્મદાતા એવી માં. સૌને પાંચ વર્ષ સુધીનું સર્વગ્રાહી શિક્ષણ માતા જ આપે છે. વર્ગમાં તો શિક્ષક વિષયોનું શિક્ષણ આપે છે.

સંપૂર્ણ દિવસ આયોજન મુજબ વર્ગકાર્ય તથા મેદાની રમતો બાળ શિક્ષકો દ્વારા થઈ હતી. શાળા પરિવારે બાળ શિક્ષકોને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડ્યો હતો. ઢળતી સાંજે પૂર્ણાહુતિ સંમેલનમાં બાળ મુખ્યશિક્ષક હરદિપકુમાર વસાવાએ શિક્ષક તરીકેનો પોતાનો અનુભવ રજૂ કરી ભવિષ્યમાં શિક્ષક બનવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ઉપશિક્ષક સ્નેહલબેન પરમારે આખો દિવસ બાળકોની કામગીરીની સમીક્ષા કરી તેમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *