તાપી જિલ્લાના પેન્શનરોની હયાતિની ખાતરી બાબત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: 30: તાપીના જિલ્લા તિજોરી અધિકારી શ્રી એ.બી.હળપતિ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, જિલ્લા તિજોરી કચેરી મારફત આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ (બેન્ક) મારફત, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે, નાણાં વિભાગની સૂચના મુજબ, વર્ષ 2020 માટે પેન્શનરોની “વાર્ષિક હયાતીની ખરાઈ, મે મહિનાને બદલે જૂન, જુલાઇ. ઓગસ્ટ 2020” સુધી કરાવવાનું ઠરાવેલ છે. જેથી તાપી જિલ્લાના તમામ પેન્શનરોએ તા.1 લી જૂન, 2020થી તેમણે લાગુ પડતી બેંકોમાં જઇ, હયાતીના (ખરાઈ) ફોર્મ ભરવાના રહેશે. વધુમાં રાજ્ય સરકારના પેન્શનરો/કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરો JEEVAN PRAMAAN PORTAL (www.jeevanpramaan.gov.in) પર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે છે. જો કોઈ પેન્શનર જૂન, જુલાઇ, ઓગસ્ટ 2020 માસમાં હયાતીની ખરાઈ કરાવવામાં નિસફળ જાય, તો તેવા કિસ્સામાં માહે સપ્ટેમ્બર 2020 માસથી પેંશનની રકમનું ચૂકવણું સ્થગિત કરવામાં આવશે, જેની તમામ પેન્શનરોને નોંધ લેવા પણ શ્રી હળપતિએ વધુમાં જણાવ્યુ છે.
–