વાહન ચેકીંગ જોઇ એસ.એક્સ. 4 કાર ગાડી ચાલકે પુર ઝડપે હંકારી કાર રોડની સાઇડમાં આવેલ ખેતરમાં પલ્ટી ખવડાવી : ગાડીમાંથી કુલ કિ.રૂ. ૨,૩૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વાલોડ પો.સ્ટે. વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી વાહનમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે દરમ્યાન ગોલણ ગામના પાટીયા પાસે બુહારી થી વાલોડ તરફ આવતા વાહનો ચેક કરતી વખતે બુહારી તરફથી એક સફેદ કલરની એસ.એક્સ ૪ કાર પુરઝડપે આવતા તેના આગળના ભાગે કોઇ રજીસ્ટ્રેશન નંબર લગાડેલ ન હોય પોલીસ માણસોએ તેને રોકવા ઇશારો કરતા કારમાં બેસેલ ચાલક તથા ક્લીનરે કાર રોકેલ નહી અને પુરઝડપે વાલોડ તરફ હંકારી મુકતા તેમના પર પ્રોહી ગુના અંગે શંક જતા પોલીસ સ્ટાફના માણસોએ પંચો સાથે વાહન દ્વારા પીછો કરતા થોડે આગળ જતા રાનવેરી ગામ સડક ફળીયા આગળ આ કાર રોડની સાઇડમાં ખેતરમાં પલ્ટી ખાંઇ ખેતરમાં ઉભેલ જી.ઈ.બી.ના લાઇટના થાંભલા સાથે અથડાવી જી.ઈ.બી.ના લાઇટનો થાંભલો તેમજ વીજતારને નુકશાન પહોંચાડતા સ્થળ પર હાજર મળેલ આરોપી- જૈકેશ ફુલચંદ યાદવ ઉ.વ.૨૯ રહે.ઘર નં.૬ ગુંજન હાઉસીંગ વાપી જી.વલસાડ મુળ રહે.ગામ-લુચુઇ લાલઘાટ જી.આઝમગઢ યુ.પી.ની પુછપરછ કરતા પોતાની કારમાં ઇંગ્લીશ દારૂ ભરેલાની હકીકત જણાવેલ. જેથી આરોપી તથા પ્રોહી જથ્થો ભરેલ કારમાંથી નાશી જનારએ પોતાના કબજાની સફેદ કલરની એસ.એક્સ ૪ કાર નં. GJ-05-CQ-0242 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી/ટીનની નાની બાટલીઓ કુલ નંગ-૧૭૫૨ કુલ કિંમત રૂ.૧,૨૭,૨૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા બે નંગ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે ૨,૩૭,૨૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, પો.કો. રોનક સ્ટીવન્શન, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.