શિક્ષકદિન નિમિત્તે એવોર્ડ સમારંભમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત દ્વારા ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું છેલ્લાં ૧૧૨ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. આ સંસ્થાએ સમાજને નામાંકિત મહાનુભવો પ્રદાન કરી સમાજનાં ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર વર્ષે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ નિમિત્તે સંસ્થાનાં શિક્ષકો કે જેઓ વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે એમને શિક્ષણ એવોર્ડથી નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરે છે જેનાં ભાગરૂપે ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનાં દેવેશ સુર્યવદન પટેલને ‘સાર્વજનિક શિક્ષણ રત્ન એવોર્ડ’ અને નૈતિક નીલકંઠરાય વકીલને ‘સાર્વજનિક વિદ્યાસાધક એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યા હતાં.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં અધ્યક્ષ ભરતભાઈ શાહ, પ્રથમ ઉપાધ્યક્ષ આશિષભાઈ વકીલ અને દ્વિતીય ઉપાધ્યક્ષ ડો.કિશોર દેસાઈનાં માર્ગદર્શન હેઠળ આ શિક્ષણ એવોર્ડનું આયોજન શિક્ષક દિનનાં શુભ અવસરે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વરાછા કો.ઓ.બેંક લિ.નાં બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં અધ્યક્ષ, ડિરેક્ટર અને શૈક્ષણિક વિષયનાં પ્રખર વક્તા એવાં કાનજીભાઈ ભાલાળા અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ ડો.કિરીટ એન. ડુમસીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનાં શૈક્ષણિક જ્ઞાનથી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વનું યોગદાન આપનાર કુ.ગીતાબેન જયેન્દ્રરાય કિકાણીને ‘સાંદિપની ઋષિ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો, તેમણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને રૂપિયા ૧,૨૧,૦૦૦૦૦નું માતબર દાન કરી સંસ્થાનું ઋણ અદા કર્યું હતું. મહાનુભવોએ આ સમારંભમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ શિક્ષણવિદોને અભિનંદન પાઠવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *