જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્રારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી

Contact News Publisher

અગાઉ અપાયેલ બાંહેધરી મુજબ તત્કાલ પરિપત્ર જાહેર કરવા અંગે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકાર સામે વધુ એક વખત બાંયો ચડાવી તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં નહીં સમાવાય અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ નહીં કરાય તો 17 સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે. આ સંદર્ભે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી સમગ્ર રાજ્યનાં કુલ ચાર ઝોન વાઈઝ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાંનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર સમક્ષ સરકારી કર્મચારીઓનાં પડતર પ્રશ્નો અંગે સરકારમાં વખતોવખત રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી તા.17 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર રાજ્યનાં કર્મચારીઓને પેનડાઉન અને શટડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાનું જણાવાયું છે.
મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવી એ અમારી મુખ્ય માંગ છે. તદ્ઉપરાંત ફિક્સ પગાર પ્રથા મુદ્દે સરકાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન પરત ખેંચી મૂળ અસરથી નાબૂદ કરે, ગુજરાત હાઈકોર્ટનાં ચૂકાદા મુજબ મૂળ નિમણૂકથી તમામ લાભો મળે, સાતમા પગાર પંચનાં બાકી રહેલાં લાભો આપે, સરકારનાં વિવિધ ખાતામાં ગ્રેડ પેની વિસંગતતા દૂર કરીને 25 લાખ રૂપિયા સુધીમાં કેશલેસ મેડી ક્લેઈમની મર્યાદા રાખે, વર્ગ-3 અને વર્ગ-4 માં આઉટ સોર્સિંગ પ્રથાનું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવામાં આવે, 50 વર્ષની વયમર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી નિયમાનુસાર લાભ આપવામાં આવે, 10-20-30 વર્ષનાં ઉચ્ચતર પગાર ધોરણનાં લાભનાં ઠરાવમાં રહેલી વિસંગતતા દૂર કરવામાં આવે તેમજ બદલીપાત્ર કર્મચારીને સંબંધિત જિલ્લામાં અને બિન બદલીપાત્ર સચિવાલય સહિતનાં કર્મચારીને ગાંધીનગરમાં રાહત દરનાં પ્લોટની ફાળવણી કરવામાં આવે જેવી માંગણીઓ જણાવાય હતી.
સદર કાર્યક્રમનાં પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.1/9/2024 નાં રોજ યોજાયેલ ઓનલાઇન સંકલન સભામાં થયેલ ચર્ચા વિચારણાનાં અંતે તા.17 સપ્ટેમ્બર સુધીમાં જ્યાં સુધી પરિપત્ર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનું ઠરાવેલ છે. આ બાબતે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર અમારી માંગણી ન સ્વીકારે તો તા. 6 સપ્ટેમ્બર થી 27 ઓકટોબર સુધીનાં તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમ અંતર્ગત રાજ્યનાં તમામ શિક્ષકો તા. 17 સપ્ટેમ્બરનાં રોજ OPS નો લોગો ધારણ કરી ફરજ બજાવશે તેમજ તે દિવસની તમામ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. આ ઉપરાંત તા. 6, 13, 20 અને 27 ઓક્ટોબરે રવિવારે ઝોન વાઈઝ સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લાનાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે બપોરે 12 થી 4 કલાક દરમિયાન ધરણાં કાર્યક્રમમાં જોડાઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *