માંડવી તાલુકાનાં મોટીચેર (ચચરી ફળિયા) ખાતે નવનિર્મિત બોક્સ કલ્વર્ટ તેમજ આઈ.ટી.આઈ. ઇંદુ ગામ, વ્યારા ખાતે સ્થાપિત એડવાન્સ્ડ એલેક્ટ્રિશિયન લેબ અને ડ્રોન-પાયલટ ટ્રેડ લેબનું ઉદ્ઘાટન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) યોજના અંતર્ગત રૂ.૭૬.૫૦ લાખના ખર્ચે માંડવી તાલુકાનાં મોટીચેર(ચચરી ફળિયા) ખાતે નવનિર્મિત બોક્સ કલ્વર્ટ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઇન્દુ ગામ, તા.વ્યારા, જિ.તાપી ખાતે રૂ.૨૬.૫૦ લાખના ખર્ચે “એડવાન્સ્ડ ઈલેક્ટ્રિશિયન લેબ” અને રૂ.૧૯.૫૦ લાખના ખર્ચે “ડ્રોન પાયલટ ટ્રેડ લેબ” ની સ્થાપના કરવામાં આવી છે.
મોટીચેર(ચચરી ફળિયા) ખાતે નવનિર્મિત બોક્સ કલ્વર્ટનું લોકાર્પણ તારીખ ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ ડાયરેકટર(પ્રોજેક્ટ્સ), એનપીસીઆઇએલ, મુંબઈ શ્રી રંજય શરણ, ના વરદ્ હસ્તે અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર શ્રી એન. કે. મીઠારવાલ, સ્ટેશન ડાયરેક્ટર શ્રી એ. કે. ભોલે, ચીફ એંજિનિયર શ્રી પી.કે. ઘોષ, ચેરમેન સીએસઆર શ્રી એન.જે. કેવટ, એડી. ચીફ એંજિનિયર શ્રી બી. શ્રીધર, સભ્ય સચિવ સીએસઆર શ્રી અરવિંદ એલ. ભટ્ટ, એપીઆરઓ શ્રી ઇતેશ એન. ગામીત તેમજ મોટીચેર ગામના સરપંચ શ્રીમતી પ્રતિક્ષાબેન ચૌધરી, શ્રી દીપકભાઈ ચૌધરી, ગ્રામ પંચાયત કમિટી સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઇન્દુ ગામ, તા.વ્યારા, જિ.તાપી ખાતે સ્થાપિત “એડવાન્સ્ડ ઈલેક્ટ્રિશિયન લેબ” અને “ડ્રોન પાયલટ ટ્રેડ લેબ” નું લોકાર્પણ તારીખ ૦૨/૦૯/૨૦૨૪ ના રોજ ડાયરેકટર(પ્રોજેક્ટ્સ), એનપીસીઆઇએલ, મુંબઈ શ્રી રંજય શરણ, ના વરદ્ હસ્તે અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર શ્રી એન. કે. મીઠારવાલ, સ્ટેશન ડાયરેક્ટર શ્રી એ. કે. ભોલે, ચીફ એંજિનિયર શ્રી પી.કે. ઘોષ, ચેરમેન સીએસઆર શ્રી એન.જે. કેવટ, સભ્ય સચિવ, સીએસઆર શ્રી અરવિંદ એલ. ભટ્ટ, એપીઆરઓ શ્રી ઇતેશ એન. ગામીત અને શ્રી એમ.એસ. પટેલ, આચાર્ય(વર્ગ-૧), સુશ્રી એસ.એ. ચૌધરી, આચાર્ય(વર્ગ-૨), અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સ્ટાફ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.