“બેટી બચાવો, બેટી પઢાઓ” અંતર્ગત સોનગઢ તાલુકાની વિવિધ શાળાઓમાં જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ મહિલા અને બાળ અધિકારી શ્રીમતી સુલોચના એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવના ભાગરૂપે “બેટી બચાવો, બેટી પઢાઓ” અંતર્ગત તાજેતરમાં સોનગઢ તાલુકાની પ્રા.શાળા ચાપલધારા, પ્રા.શાળા બાલઅમરાઇ, પ્રા.શાળા રામપુરા કોઠારી, પ્રા.શાળા ગાયસવાર ખાતે જાગૃતિકરણ કાર્યકમ યોજાયો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને લક્ષીત રાખવામાં આવેલ હતી.
સોનગઢ તાલુકાના માજી.તાલુકા પ્રમુખશ્રી યુસુફભાઇ ગામીત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો. સોનગઢ તાલુકાની પ્રા.શાળા ચાપલધારા, પ્રા.શાળા બાલઅમરાઇ, પ્રા.શાળા રામપુરા કોઠારી, પ્રા.શાળા ગાયસવાર ખાતે DHEW ના ડ્રીસ્ટ્રીક્ટ મિશન કૉ-ઓર્ડીનેટર હેમંતભાઇ ગામીત દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના વિશે દિકરીઓને વિસ્તૃત માહીતી પુરી પાડી દીકરીઓની સુરક્ષા અને શિક્ષણલક્ષી માહીતી આપી હતી.
વ્યારા નગરપાલિકા કોર્પોરેટરશ્રી જોનિલભાઇ ગામીતે જણાવ્યું હતું કે દિકરા અને દિકરી વચ્ચે સમાનતાને પ્રોત્સાહન આપીને આગળ વધવું જોઇએ તેમજ દિકરીના જન્મને વધાવા અને ઉત્સવ તરીકે ઉજવણી કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારી દ્વારા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાની , સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચાલતી વિવિધ યોજનાઓ અને સ્ટાફ દ્વારા કરવામાં ભુમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.
કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા દિકરી વધામણાકીટ તેમજ ટ્રેકશુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, SMCના સભ્યશ્રીઓ, સરપંચશ્રી, ગ્રામજનો, આંગણવાડીના કર્મચારી, DHEW સ્ટાફ અને વિદ્યાર્થીનીઓના સહકાર હેઠ્ળ કાર્યક્રમ સફળતાપુર્વક પાડવામાં આવ્યો હતો.
000