વ્યારા નગરપાલિકામાં સફાઈ અભિયાનની સાથોસાથ મચ્છરોના ઉપદ્રવને નાથવા કામગીરી હાથ ધરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ તાપી જિલ્લામાં ગત રોજ પડેલા ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો અને અન્ય બિમારિઓ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સફાઈ અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આજે સવારથી વ્યારાનગર પાલિકાની ટીમ વ્યારાને સ્વચ્છ અને રોગ મુક્ત બનાવવાના અભિયાનમાં જોડાઇ ગઈ હતી.વ્યારા નગરપાલિકાની ટિમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ગત રોજ ભારે વરસાદના પગલે ભરાઇ ગયેલા કચરા-પાણીનો નિકાલ કરવમાં આવ્યો હતો.જે વિસ્તારના રોડ-રસ્તા અને શેરીઓમાં કાદવ કિંચડના પડ જામ્યા હતા ત્યા પાણીના ટેંકર મારફતે ધોવામાં આવ્યું હતું. સફઈ બાદ આરોગ્યની દરકાર રાખી વિવિધ રોગચાળા સામે વ્યારાનગર વાસીઓને રક્ષણ પુરું પાડવા જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા દવાઓનો છંટકાવ, અને પાઉડર છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *