રાજ્યભરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત સંદર્ભે કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો
¤ માર્ગ અને મકાન વિભાગ હેઠળ ની કુલ લંબાઈ = 1,16,000 કિ.મી.જે પૈકી 01-09-2024 સુધી કુલ નુકસાન પામેલ લંબાઈ = 3,610 કિ.મી.
¤ નુકસાન પામેલ લંબાઈ પૈકી જીલ્લા ના મુખ્ય માર્ગો ની મરામત તા. ૭-૯-૨૪સુધી માં પુર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગો ની મરામત 15-09-24 સુધી માં પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે.
¤ વિભાગ દ્વારા જી.એઅ.બી., ડ્રાય મેટલ તથા કોલ્ડ મીક્ષ ડામર વાપરી હંગામી ધોરણે મરામત ની કામગીરી કરવામાં આવી રહી છે.
¤ ક્ષેત્રીય કક્ષાએ કાર્યરત ટીમો ને મરામત ની કામગીરી યુધ્ધ ના ધોરણે હાથ ધરવા સુચના અપાયેલ છે તથા ગાંધીનગર ખાતે થી સચિવશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઈજનેરશ્રી ઓ દ્વારા સતત આ બાબત નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
¤ તમામ તાલુકાઓ માં ચાલતી કામગીરી નો રીવ્યુ સ્થાનિક કલેકટર , પ્રભારી મંત્રી/સચિવશ્રીઓ દ્વારા વિભાગ ના સંકલન સાથે થઈ રહ્યો છે.
¤ કાયમી મરામત, ઉઘાડ નિકળ્યા બાદ હાથ ધરવામાં આવશે.
¤ તાત્કાલીક ધોરણે ક્ષેત્રીય કક્ષાએ ઉતારવામાં આવેલ મશીનરી તથા કામદારો ની વિગતો: જેસીબી-731, ડમ્પર-699, ટ્રેક્ટર-557,હીટાચી-7, રોલર- 65, લોડર-14, ટ્રી-કટર- 48, પેવર = 4
¤ અંદાજે 6,487 કામદારો સાથે કુલ 466 ટીમો કાર્યરત છે.
Ø જે જગ્યાઓએ સ્ટ્રકચર તુટી ગયા છે, ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપીત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આવા સ્થળો એ વાહન વ્યવહાર વૈકલ્પિક રસ્તા ઓ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે તથા તે લગત સુચનાત્મક બોર્ડ લગાવવા સુચના આપી દેવામાં આવેલ છે.
Ø અન્ય તમામ સ્ટ્ર્કચર નું રી-વેરીફિકેશન કરી જરૂરી સલામતી ના પગલાં લેવા માટે ક્ષેત્રીય કચેરીઓ ને સુચના આપવામાં આવેલ છે.
Ø કામગીરી ચાલુ હોઈ તેવા સેક્સન માં વિભાગ ના અધિકારી, કર્મચારી તથા કામદારો દ્વારા સલામતી ના ભાગ રુપે જેકેટ પહેરી તથા “કામગીરી ચાલુ છે” જેવા સાવધાની સુચક બોર્ડ રાખી કામગીરી કરવા સુચના અપાયેલ છે.
¤ વધુ માં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈંડીયા હસ્તક ના કુલ 2894 કીમી. ના રાષ્ટ્રીય ધોરી માર્ગો ની નુકસાન પામેલ અંદાજે 139 કિમી. લંબાઈ ની મરામત ની કામગીરી રાજ્ય સરકાર ના સંપર્ક માં રહી N.H.A.I દ્વારા હાથ ધરવા માં આવેલ છે. જે અન્વયે વડોદરા-વાપી, રાજકોટ-જેતપુર, ચિલોડા – હિંમતનગર તથા અન્ય રસ્તાઓ માં યુધ્ધ ના ધોરણે સમારકામ ની કામગીરી ચાલુ છે.
*******