“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૩.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ

Contact News Publisher

પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓએ રાજીપો વ્યક્ત કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ૩૧ : ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતા, અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલની આગેવાની હેઠળ આહવા ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, કુલ નં ૧૨ નંગ મોબાઈલ કે જેની કિમત રૂ. ૨,૦૦,૯૮૦/- ના મોબાઇલ ફોન અરજદારોને પરત કર્યા હતા.

આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યકિતઓ કે જેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન-આહવા ખાતે આવી પોતાની સાથે થયેલ સાયબર ફ્રોડ બનાવ અંગેની હકિકતલક્ષી રજુઆત કરી અરજીઓ કરી હતી. જેમની અરજીઓની તપાસ બાદ, ફ્રોડમાં ગયેલ કુલ રૂ.૧,૮૨,૦૫૭/- ની રકમ, અરજદારોને પરત આપવામાં આવી હતી.

આમ, ડાંગ જિલ્લા પોલીસે કુલ રૂ.૩.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો હતો.

નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યકત કરી પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે સાયબર ક્રાઈમ આહવાના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વી.કે. ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કે.જે. નિરંજન સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *