સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી પુરજોશમાં
તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ તાપી જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો વરસાદી પાણીથી અસરગ્રસ્ત પામ્યા હતા.વરસાદના હળવા વિરામ બાદ તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ રહી છે.
તાપી વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠલ સોનગઢ નગરપાલિકા દ્વારા પુરજોશમાં સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે સોનગઢ નગરપાલિકા વિતસ્તારના રોડ-રસ્તા,ગરનાળા,ગટર જેવી વિવિધ જગ્યાઓએ ભરાયેલા ગંદા પાણી અને કચરાનો નિકાલ કરી સાફસફાઈ કર્યા બાદ આ વિસ્તારોમાં રોગચાળો ન વકરે તે માટે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક પાવડર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
નોધનિય છે કે, તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાપી જિલ્લાના નાગરીકોને કોઇ પણ પ્રકારની હાલાકી કે ભીમારીઓનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી તમામ વિસ્તારોમાં સફાઇ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦