ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતીમાં અંબાચ ખાતે પીએમ જનમન કેમ્પ યોજાયો
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિમજુથના લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાંવિત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ પીએમ જનમન અભિયાનના બીજા તબક્કા અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ પંચાયત અંબાચ ખાતે પીએમ જનમન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી કેમ્પની શરૂઆત કરાવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજાનાઓ અંગે માહિતી પુરી પાડી હતી.વધુમાં કેમ્પમાં ઉપસ્થિત સંબધિત અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને કેમ્પમાં જ નિકાલ કરવા માટે જણાવ્યું હતું.ઉપસ્થિત લાભાર્થીઓને ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.
નોધનિય છે કે, પીએમ જનમન કેમ્પ અંતર્ગત અંબાચ ગામના પીવીટીવી સમુદાયના લોકો માટે આવાસ, રસ્તા, પીવાના પાણીના નળ, વીજળી જોડાણ, આરોગ્ય સુવિધા, આંગણવાડી કેન્દ્ર,જેવી વિવિધ સુવિધાઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓથી તમામ વ્યક્તિઓ-પરિવારોને સ્થળ પર જ લાભાંવિત કરી શકાય તે માટે ખાસ ઝુંબેશ તથા કેમ્પનું આયોજન અંબાચ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબેન, હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ અધ્યક્ષના શ્રી જ્યોત્સનાબેન ગામીત, તાલુકા પંચાયત સભ્યશ્રી કુલદીપ ચૌધરી તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. પટેલ, મામલતદાર શ્રી તેજલ પટેલ, ગામના સરપંચ શ્રી અમૃતભાઈ ચૌધરી અને ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પીએમ જનમન નિલેશભાઈ ગામીત અને ગ્રામજનો તથા તમામ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
000