પરિશ્રમની પ્રતિષ્ઠા વધારી શ્રમની શરમ મનમાંથી દૂર કરે તે જ સાચો આશ્રમ* – બ્રહ્મવાદિની ડૉ. હેતલ દીદી
વાસુરણાના ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે યોજાયો ‘જન્માષ્ટમી મહોત્સવ’
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૮: ‘પરિશ્રમની પરાકાષ્ઠા વધારી, શ્રમની શરમ મનમાંથી દૂર કરે તે જ સાચો આશ્રમ’ તેમ જણાવતા, ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે ‘જન્માષ્ટમી મહોત્સવ’ નિમિત્તે ઉપસ્થિત ભાવિક ભક્તજનોને બ્રહ્મવાદિની હેતલ દીદીએ, શ્રી કૃષ્ણાવતારના પ્રાગટયનો શાસ્ત્રોક્ત મર્મ સમજાવ્યો હતો.
સાંપ્રત સમયમાં શ્રીકૃષ્ણના જન્મ સમયે જુગાર રમીને જન્માષ્ટમીની ઉજવણી કરતા મૂઢમતીઓને, મહાભારતના પ્રસંગો, સમાજને દિશાદર્શન કરી રહ્યા છે ત્યારે, તેને સાચી રીતે સમજ્યા વગર કેટલાક લોકો, પોતાનું જીવન તહસ નહસ કરી રહ્યા છે. ત્યારે સમાજે શાસ્ત્રોના તત્વજ્ઞાનની સૂક્ષ્મતાને સારી પેઠે સમજી આચરણ કરવું જોઈએ, તેવું દીદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
દરમિયાન શ્રી કૃષ્ણ પ્રાગટય મહોત્સવ, હિંડોળા દર્શન, મટકી ફોડ, અને ભજન કીર્તન સહિત મહાપ્રસાદીના કાર્યક્રમનો પણ, ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
–