વહુ અને સાસુના ઝગડામા સમાધાન કરાવતી ૧૮૧ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે વાલોડ તાલુકાના એક ગામમાંથી પીડિત બહેનનો ફોન આવતા જણાવ્યુ કે, તેમના સાસુ હેરાન કરે છે તેથી 181 અભયમની મદદની જરૂર છે. તેથી 181 અભયમ ટીમ ધટના સ્થળે પોહચતાં જાણવા મળેલ કે પીડિતા બેન તેમના પતિ સાથે અલગ રહે છે. સંતાનમા બે છોકરાઓ છે. પિડીત બેન તેમના પતિ સાથે મજુરીકામ કરે છે અને તેમના સાસુ સસરા અલગ રહે છે. છતાં તેમની સાસુ કામની બાબતમાં અપશબ્દો બોલી ગાળાગાળી કરતા હોય છે. અને ઘરમાં બધુ કામ હું કરું છું એવું કહે છે. આજરોજ પીડિતબેનની છોકરી કપડા વેચવા માટે આવેલ એક ભાઈ પાસે ઓઢણી તેમની સાસુ પાસે લઈ માંગતા સાસુ પાસે પૈસા ન હોવાથી તારી મમ્મી પાસે લઈ માંગવા કહેતા પિડીત બેન પાસે પૈસા ન હોવાથી તેમણે ઓઢણી લેવા માટે ના કહેતા બંને પક્ષો વચ્ચે બોલાબોલી થતાં ૧૮૧ ટીમની મદદ લેતા. તેમની સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ. અને બને પક્ષો ને સમજાવેલ. પીડિત બહેન અને તેમની સાસુને કાયદાકીય સમજણ આપેલ અને જરૂર પડ્યે મહિલા સહાયતા કેન્દ્રની સલાહ આપેલ. તેમની સાસુએ માંફી માગી હોય અને ફરી આ બાબતે લડાઈ ઝગડો ન થાય જેની લેખિત બાહેધરી આપતાં સમાધાન કરવામાં આવેલ. આમ વહુ અને સાસુના ઝગડામા સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે.