તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં માઁ શિવદુતી સ્કૂલની વિધાર્થી બહેનોએ ઝળહળતી સિદ્ધિ મેળવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી, તાપી સંચાલિત શાળાકીય રમોતત્સવ (SGFI)ની 2024-25ની વ્યારા તાલુકાની કક્ષાની ખો-ખો સ્પર્ધામાં માઁ શિવદુતી સ્કૂલની વિધાર્થી બહેનોની ટીમ વિજેતા થયેલ છે. ખો-ખો ટીમ કેપ્ટન ચૌધરી ત્વિષા, ચૌધરી પ્રીતિ, ચૌધરી પ્રતિક્ષા, ચૌધરી નેન્સી, ચૌધરી અર્ચના, ચૌધરી ખુશી, માવચી હિરલ, ગામિત પ્રેસિયસ, ગામિત હન્ના, ગામિત સમીક્ષા, પાડવી તેજલ, અને પાડવી ભૂમિકાએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. વિધાર્થીની બહેનોએ પોતાની આગવી રમત શૈલીથી નિર્ણાયકોને પણ પ્રભાવિત કર્યા હત્તા.
ખો-ખો સ્પર્ધામાં શાળાની વિજેતા થયેલ વિધાર્થી બહેનોને શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂતે તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર જયેશભાઈ પારેખ આ વિશેષ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા શાળાના આચાર્યશ્રી પીયૂષભાઈ ભારતી વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. શાળાના પી.ટી. શિક્ષક આનંદભાઈ ચૌધરીએ જિલ્લા કક્ષાએ પણ આવો જ ઉત્તકૃષ્ટ દેખાવ કરી સિદ્ધિ હાંસલ કરે એવી શુભેચ્છા પાઠવી.