તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ

Contact News Publisher

કલેકટર ડૉ.વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના તમામ વિભાગોને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આગામી ત્રણ થી પાંચ દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કલેકટર ડૉ. વિપિન ગર્ગએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ-કર્મચારીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર હાજર રહી આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં એસ.ડી.આર.એફ. ની ૨૨ જવાનોની ૦૧ ટીમ જિલ્લા મથક ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં આવેલ તમામ ફાયર ટીમ/આપદા મિત્રો જવાનોને એલર્ટ કરાયા છે.

ઉકાઇ ડેમમાં વધુ પાણી આવકના સંજોગોમાં ડેમો સાઈડના/ડેમ કેચમેંટ વિસ્તાર અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા પણ કલેકટર ડૉ. ગર્ગે જણાવ્યું હતું. ઉપરાંત, ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ૦૨૬૨૬-૨૨૩૩૩૨ નંબર ઉપર જાણ કરવા જણાવાયું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other