કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ગોરાસા ગામમાં આજરોજ વરસાદી પાણીના કારણે અનેક ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ગોરાસા ગામમાં આજરોજ વરસાદી પાણીના કારણે અનેક ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ગોરાસા ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાણીમાં રહેવા મજબુર બન્યા છે. ગ્રામજનો જણાવે છે કે એક વર્ષે અગાઉ ગોરાસા ગામના ગ્રામજનો દ્રારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને અને ગામના સરપંચશ્રીને મૌખિક રજુઆત કરવામાં આવી હતી કે ગટર લાઈન નાખી આપવામાં આવે. છતાં પણ સરપંચે ગ્રામજનોની વાત ધ્યાનમાં ન લેતા આજે ગ્રામજનોને ખુબજ મુસીબતનો સામનો કરવા પડી રહ્યો છે.
કુકરમુંડા તાલુકાના સ્થાનિક અધિકારીઓ દ્રારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રસ્તાઓ બનાવામાં આવે છે. પરંતુ ગટર બનાવી શકતા નથી ? સરપંચની બેદરકારીના કારણે હાલમાં ગ્રામજનોને કેટલી મુશ્કિલનો સામનો કરવો પડી રહ્યો છે. ગલી ગલીમાં રસ્તા બન્યા છે પણ ગટરનો અભાવ દરેક ફળિયામાં જોવા મળે છે. હાલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગોરાસા ગામના ગ્રામજનોને રૂબરૂ મુલાકાત કરી સાંભળે એવી લોક માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોરાસા ગામની મુલાકાત કરશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.