ઉત્રાણ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કરે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત : મરણજનાર અજાણ્યા યુવકનાં વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 171/2024 BNSS 194 મુજબ એક અજાણ્યો પુરૂષ ઉ.વ.35ની આશરાનો તા.- 02/08/24 ના રોજ સાંજે 5:35 વાગ્યાના સુમારે ઉત્રાણ રેલ્વે સ્ટેશન કિ.મી. નં. 271/23 પાસે ટ્રેન નં. 19020 અપ દહેરાદુન એકસ. ટ્રેનની ટક્કર વાગતા શરીરે ઈજાઓ થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મિમેર હોસ્પિટલ સુરત દાખલ કરવામાં આવેલ. જે સારવાર દરમિયાન તા. 11/08/24નાં રોજ રાત્રે દસ વાગ્યે ફરજ પરના ડૉ.શ્રીએ મરણ જાહેર કરેલ. જે મરનારના કોઈ વાલી વારસો મળેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.
મરણ જનારની લાશનું વર્ણન :-
એક અજાણ્યો પુરૂષ ઉ.વ. 35ના આશરાનો, શરીરે મધ્યમ બાંધાનો, રંગે- ઘઉં વર્ણનો. ઉંચાઈ 5×6″ની, જેના જમણા હાથે કલાઈમાં અંગ્રેજીમાં “SONU” તથા મહાદેવનો ફોટો તથા “ઓમ” “ત્રિશુલ” નું છૂંદણુ છે.
કપડાનું વર્ણન
જેણે કમરે મહેંદી કલરનું પેન્ટ પહેરેલ છે.