કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા કે. બિ. પટેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વીઝ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેક્ટર કેતનભાઈ શાહ, વિજ્ઞાન પ્રચારક રણજીતભાઈ ગામીત, પ્રકાશભાઈ ચૌધરી, ઉદયભાઈ જોષી તેમજ જુદીજુદી શાળાના આચાર્ય અને શિક્ષકો મોટી સંખ્યામાં રૂરલ આઈ. ટી. ક્વીઝ સ્પર્ધામાં હાજર રહ્યા હતા. સૌ મહેમાનોનું કે. બિ. પટેલ સ્કુલના આચાર્યશ્રી વૈશાલીબેન પરમાર દ્રારા ડાયરેક્ટરશ્રીનું અને મહેમાનોનું પુષ્પગુચ્છથી આવકાર સ્વાગત કર્યું. બાળકોને G.K વધારવા બાહ્ય પરીક્ષા માટે આં જરૂરી સ્પર્ધામાં ભાગ લેશો. તાપી જિલ્લલના ડાયરેક્ટર કેતનભાઈ દ્રારા વિશ્વમાં IT નું મહત્વ વિશેની જાણકારી આપી. આભાર વિધિ રણજીતભાઈ ગામીતે કરી. સૌને ગુજકોસ્ટ ગાંધીનગરની ગાઈડ લાઈન મુજબ શાળાને આવવા જવાનું ભાડુ, પુરસ્કાર અને પ્રમાણપત્ર આપ્યા હતા. અંતે ચા નાસ્તો કરીને છુટા પડ્યા.
આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી ગ્રામ્યની ભાગ લીધેલ ૨૫ શાળાઓમાંથી ૫૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ૧૫ બાળકોની પસંદગી કરી તેમાં જેના વધુ ગુણ હતા તેની પસંદગી કરી રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. ૧૫ વિજેતા બાળકોની શાળાઓ કે. બિ. પટેલ વ્યારાના-૭ પી.પી સવાણી કાટગઢ વ્યારા-૫ જે.બિ. સ્કુલ ના-૨ અને નુતન વિદ્યામંદિર સોનગઢ સ્કુલના–૧ એમ કુલ ૧૫ વિજેતાઓ ૧૩ સપ્ટેમ્બરના રોજ ટાઉનહોલ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષા સ્પર્ધા યોજાશે.