વ્યારા તાલુકાના યુવા ઉત્સવમાં માઁ શિવદુતી સ્કૂલનાં વિધાર્થીઓ ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.23/08/2024 ને શુક્રવારના રોજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા, પનિયારીમાં વ્યારા તાલુકા કક્ષા યુવા ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં માઁ શિવદુતી સાયન્સ સ્કૂલના ઘણા બધા વિધાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ છે જેમાં લોકવાધ સંગીતમાં-પાડવી મોહિત અરવિંદભાઇ પ્રથમ ક્રમે અને પટેલ ભાવિક ગણેશભાઈ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. નિબંધ સ્પર્ધા તથા સ્ટોરી રાયટીંગ બંને સ્પર્ધામાં રાજપુત વરુણ અજયસિંહ એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પોસ્ટર મેકિંગમાં અને ફોટોગ્રાફીમાં-ચૌધરી નિરવભાઈ રામપ્રસાદભાઈએ પ્રથમ ક્રમ અને ચૌધરી રોશની યોગેશભાઈએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. ડિકલેમેશન સ્પર્ધામાં-સરવૈયા રાહી અશોકભાઇ પ્રથમ ક્રમે, માહલે પ્રિયાંશી પ્રકાશભાઇ દ્વિતીય ક્રમે અને ચૌધરી ત્વિષા જયેશભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. સરવૈયા રાહીએ લોકવાર્તામાં-દ્વિતીય ક્રમ અને વકૃત્વ સ્પર્ધામાં-તૃતીય ક્રમ મેળવેલ હતો.
ઉપરોક્ત વિજેતા થયેલ વિધાર્થીઓને શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂતે તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર જયેશભાઈ પારેખ આ વિશેષ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા શાળાના આચાર્યશ્રી પીયૂષભાઈ ભારતી વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.