ડાંગ સાપુતારા ઘાટમાર્ગમાં લેન્ડ સ્લાઇડીંગ થતાં તંત્રએ ત્વરિત રસ્તો ખુલ્લો કર્યો
જિલ્લામાં ત્રણ પશુઓમાં મૃત્યુ પણ નોંધાયા
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. ૨૩: ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર,
ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમાં લેન્ડ સ્લાઈડીંગ થતા, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ આઇ. પટેલના માર્ગદર્શન હેઠળ, નેશનલ હાઇ વે ઓથોરિટી તથા ડાંગ પોલીસના જવાનો દ્વારા, ત્વરિત કામગીરી પુર્ણ કરી યાતાયાત માટે રસ્તો ખુલ્લો કરાયો હતો.
દરમિયાન આહવા તાલુકાના મોહપાડા (ગલકુંડ) ગામના પશુપાલક શ્રી સોમનાથભાઈ હરિભાઈ ઠાકરેની એક વાછરડી, ઉંમર-૪ વર્ષ, અને શ્રી જયરામભાઈ રતનભાઇની એક ગાય ઉમર-૮ વર્ષ, તેમજ અન્ય એક આહવા તાલુકાના પશુપાલક શ્રીમતી જાનકીબેન સલીમભાઈ શેખની એક વાછરડી ઉંમર-૫ વર્ષ, જે તારીખ ૨૨/૮/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ થી ૬.૦૦ કલાકે કુલ-૩ પશુઓ પાણીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જેમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પશુપાલન વિભાગે પશુઓની બોડી કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત કોશીમદા ગામના પશુપાલક શ્રી જયરામભાઈ મકક્મભાઈ પવારના ઘરે શેડ પડી જવાથી કુલ-૩ પક્ષીઓના મુત્યુ થવા પામ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રે આ પશુ, પક્ષીઓના મૃત્યુની નોંધ લઈ, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
–