૧૫ થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ-૨૦૨૪-૨૫

Contact News Publisher

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૩૧ ઓગષ્ટ, ૨૦૨૪

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,તાપી દ્વારા સંચાલીત ૧૫ થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ.
રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ નૈસર્ગિંક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા, કોતરો વગેનેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
જે અન્વયે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૪ માં તાપી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતીઓને ૧૦-દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
જેઓ તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, તાપી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,તાપી બ્લોક નં-૦૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા,જિ.તાપી-૩૯૪૬૫૨ ને તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે.
૧. પુરૂ નામ/સરનામું (આધાર કાર્ડ/રાજ્ય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ
તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી.
૨. જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર/ શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી.)
૩. શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અંગેની માહીતી.
૪. પર્વતા રોહણ, એન.સી.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડેઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં
ભાગ લીધેલ હોય તો તેની વિગત.
૫. વાલીનો સંમતી પત્ર.
૬. શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર.
૭. તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે.
કાર્યક્રમ દરમ્યાન, નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોને તેઓની પસંદગી અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, તાપી મારફત ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ માટે કોઇ પત્ર વ્યવહાર કે વાદ-વિવાદ કરી શકાશે નહિ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other