વ્યસની પતિની હેરાનગતિથી ત્રસ્ત પત્નીએ લીધી અભયમ્ રેસ્કયુ ટીમની મદદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકામાં એક ગામમાં રહેતી પીડિતા મહિલાએ 181 માં ફોન કરી પોતાની આપવીતી જણાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે એના પતિ વ્યસન કરી હેરાનગતિ કરે છે. જે હેરાનગતિ.માંથી મુક્ત કરવા વિનંતી કરી હતી જે ઘટના બાબતે તાપી 181 અભયમ રેસક્યુ ટીમ તાત્કાલિક તાપીથી નીકળી સ્થળ પર પહોંચી હતી. અને પતિ દ્વારા હેરાનગતિ કરતા અટકાવવામાં આવ્યા હતા. પિડીત બહેન પાસેથી સમગ્ર માહિતી મેળવતા એમણે જણાવેલ કે તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્નના બાર વર્ષ થયેલ છે. અને સંતાનમાં બે છોકરાઓ છે. પિડીત બહેનનો પતિ સેનટિગનું કામ કરે છે. પિડીત બહેન મજુરી કામ કરે છે. પિડીત બહેનનો પતિ છોકરાઓને પણ હેરાનગતિ કરે છે. અને મારપીટ કરવા હાથ ઉપાડે છે. અને પતિ કોઈક દિવસ વ્યસન કરીને આવે છે. અને અપશબ્દ બોલી હેરાનગતિ કરે છે. ઘરમાં વસ્તુઓની તરફોડ કરી નાખે છે. જેથી પીડિત બહેન પોતે તેમના પતિને વ્યસન ન કરવા સમજાવેલ પરંતુ તેમનો પતિ સમજતો ન હોવાથી 181 ની ટીમની મદદ લીધી હતી.
આમ તેમના પતિને 181 ની ટીમ દ્વારા વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવુ ન જોઈએ, જેથી પત્નીને સારી રીતે રાખવા માટે તૈયાર થયા હતા. આમ પીડિતા ને વહારે 181 ની અભયમ ટીમે ઘર સંસાર તૂટતો બચાવ્યો હતો તેમના પતિને કાયદાકીય સમજ આપી વ્યસન કરી લડે ઝઘડો ના કરે તેવી ખાતરી અપાવી હતી.