પીપળકુવા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી ના હસ્તે હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટ વિતરણ કરાયું

Contact News Publisher

પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કરતાઃ

રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પિપળકુવા ગામે આજરોજ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ૫૮ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને રૂા.૧.૧૬ લાખના ખર્ચે HRT-3 હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. નાયબ બાગાયત કચેરી, વ્યારા આયોજીત કાર્યક્રમમાં ઉત્સાહભેર ખેડૂતો ઉમટી પડ્યા હતા.
રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતી કરવી ખૂબ જ અગત્યની છે. જૈવિક ખાતરના ઉપયોગ કરી ધીમે ધીમે રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરી, પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો. માર્કેટ વ્યવસ્થા માટે હાટબજાર પણ આપવામાં આવશે. આમ સરકારશ્રી તમારા આંગણે લાભો આપવા આવી છે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ વિકાસના ક્ષેત્રો હાંસલ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
નાયબ બાગાયત નિયામકશ્રી તુષારભાઈ ગામીતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર યોજનાકિય સહાયની ઓનલાઈન અરજી કરવા ખેડૂતોને જણાવ્યું હતું. વધુમાં કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. ઉત્પાદનની સાથે ખર્ચ કેવી રીતે ઘટાડવો તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પિપળકુવા,જમાપુર, ગુણસદાના સરપંચશ્રીઓ, કેવીકે વ્યારાના પ્રા.આરતી સોની, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના કેયુર પટેલ, સમાજીક આગેવાન અરવિંદભાઈ ગામીત, પરેશભાઈ, યોગેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *