તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન, ચેસ, યોગાસન તથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ
જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ૩૩૬ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી
–
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ તાપી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૨૪ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લાની વિવિધ શાળઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસન તથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં શ્રી.ખુમા ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ખાતે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૮૩ ખેલાડીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા શ્રી.કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે યોજાય હતી જેમા ૪૫ ખેલાડીઓ,જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા જે.બી.એન્ડ સાર્વજનિક હાઇસ્કુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૭ ખેલાડીઓ તથા સ્વીમીંગ સ્પર્ધા રમત સંકુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૧ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.
આ વિવિધ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી અને શાળાના આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી તાપી જિલ્લા વહિવટીતંત્ર વતી જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
0000