તાપી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે,ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા તથા છેલ્લા માસ દરમિયાન NFSA હેઠળ નવા સમાવેશ થયેલ રેશનકાર્ડ, વ્યાજબી ભાવોની દુકાનોની તાપાસણી,વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ સહિત જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *