તાપી જિલ્લાના નિઝર તાલુકામાં વ્યક્તિગત શૌચાલય યોજનામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર થતો હોવાની રાવ !!
ણ(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાનો નિઝર તાલુકો એટલે દિવસ કરતા રાતે ભ્રષ્ટ્રાચાર વધુ થતો હોય એવો તાલુકો છે ! ભ્રષ્ટ્રાચારનો જાણે અખાડો બની ગયો છે ! નિઝર તાલુકાના તમામ ગ્રામ્યકક્ષાએ બનાવવામાં આવતા વ્યક્તિગત શૌચાલય યોજનામા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનુ સામે આવ્નિયુ છે. નિઝર તાલુકા પંચાયત એસ.બી.એમ. શાખામાં આ અંગે પૂછવામાં આવતા રીતેશભાઈ અને ભુપેન્દ્રભાઈ નામના કર્મચારીએ શાખામાં ચાલતો ભ્રષ્ટ્રાચાર ઉજાગર ન થાય એ માટે ઉડાવ જવાબ આપ્યો હતો.
અચરજ પમાડે એવી હકીકત જોઈએ તો નિઝર તાલુકામાં વ્યક્તિગત શૌચાલય યોજનામાં વર્ષ:૨૦૧૯માં મૃત વ્યક્તિને પણ શૌચાલય આપવામાં આવેલ છે. બીજી નવાઈની વાત એવી છે કે આજ દિન સુધી મૃત થયેલ વ્યક્તિના ઘરે શૌચાલય બનાવવામાં આવેલ નથી ! મૃત થયેલ વ્યક્તિના પરિવારને રૂબરૂ સ્થળ પર મુલાકાત કરતા આ માહિતી બહાર આવી છે કે વર્ષ:૨૦૦૫માં લાભાર્થી મૃત્યુ પામે છે ત્યારે ૨૦૧૯થી ૨૦૨૪માં તાલુકા પંચાયત કચેરી દ્વારા કઈ રીતે શૌચાલયનો લાભ આપી શકે? અને શૌચાલય મૃત વ્યક્તિના નામે મંજૂર કરાયો હોય તો કોના ખાતામાં રૂપિયા ૧૨૦૦૦/-હજાર નાખવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે. વર્ષ:૨૦૧૯ થી ૨૦૨૪માં નિઝર તાલુકામા સર્વે કરવામાં આવે તો વ્યક્તિગત શૌચાલય યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી ! મૃત થયેલ વ્યક્તિના શૌચાલય ચાઉં થઈ જતા હોય તો અન્ય વ્યક્તિ સાથે શુ કરતા હશે ? એવા સ્થાનિક તંત્ર ઉપર સવાલ ઉઠવા પણ વ્યાજબી છે.
ગ્રામ્ય કક્ષાના લોકોને વ્યક્તિગત શૌચાલયની સુવિધા મળે તે માટે સરકારશ્રી દ્રારા વ્યક્તિગત (ઘર ઘર ) શૌચાલય યોજના બહાર પાડવામાં આવેલ છે. પરંતુ સેટિંગ ડોટ કોમના કારણે સરકારનો હેતુ બર આવતો નથી. નિઝર તાલુકાના ગામડાઓમાં મહિલાઓ મજબુર થઈને ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે જાય છે. નિઝર તાલુકાના તમામ ગામોમાં ઘર ઘર સર્વે (તપાસ) કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર નીકળશે ! હાલમાં જોવાનું રહ્યું કે સ્થાનિક તંત્ર દ્રારા નિઝર તાલુકાના તમામ ગામડાઓમાં વ્યક્તિગત શૌચાલય યોજના પ્રકરણમાં તપાસ હાથ ધરાશે ?!! એ એક મોટો પ્રશ્ન છે.