લાયસન્સ વગર અનઅધિકૃત રીતે ચાલતી હતી પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી : તાપી એસ.ઓ.જી.ની ટીમે ફાંડો ફોડ્યો

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબ તરફથી અનઅધિકૃત રીતે ચાલતી પ્રાઇવેટ સિકયુરીટી એજન્સીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા તાપી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.જી. લીંબાચીયાને સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હતું તે આધારે તા. ૧૫/૦૮/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. અજયસિંગ દાદાભાઇ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ, અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વ્યારા ખાતે જીલ્લા સેવાસદનની સામે આવેલ આઇરીશ પ્લાઝા નામના એપાર્ટમેન્ટ ખાતે સિક્યુરીટી ગાર્ડ રાખી લાયસન્સ વગર“ દીપ સિક્યુરિટી સર્વિસિસ” નામની સિક્યુરીટી એજન્સી ચલાવે છે અને જેનુ સંચાલન ધર્મેન્દરસિંહ હકીમસિંહ જાતે સેંગર ઉ.વ-૪૫ હાલ રહે- તાડકુવા, રીધમ હોસ્પીટલની બાજુમા તા.વ્યારા જી.તાપી મુળ રહે- જમાલીપુર, પોસ્ટ-દૌલતપુર, જી.જાલૌર (ઉત્તરપ્રદેશ) કરે છે જે બાબતે તે જગ્યાએ ચેક કરતા તેઓ વગર લાયસન્સે “દીપ સિક્યુરિટી સર્વિસિસ” નામની સિકયુરીટી એજન્સીમાં કુલ્લે-૦૬ જેટલા સિકયુરીટી ગાર્ડ રાખી, વગર લાયસન્સે પોતાની પ્રાઈવેટ સિકયુરીટી એજન્સી ચલાવી ગુન્હો કરેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ એસ.ઓ.જી. શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *