શીરીષપાડા ગામની દુકાનમાંથી લેપટોપ તથા ટેબ્લેટ (ફોન)ની ચોરીનો ભેદ ઉકેલતી સોનગઢ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક, તથા આઈ.એન. પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, નિઝરએ મિલકત સબંધિત શંકમદ ઇસમો ઊપર વોચ તપાસ રાખી, કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જે અનુસંધાને તા. ૧૪/૦૮/૨૦૨૪ના રોજ પો.ઈન્સ. શ્રી કે.ડી. મંડોરા, પો.સબ.ઇન્સ. કે.આર. પટેલ, પો.સ.ઈ. એસ.સી. ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી એન.જી. પાંચાણી, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ તથા એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ તથા એ.એસ.આઈ. જગદિશભાઈ જોરારામને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે અક્ષય ઉર્ફે પાનો વસંતભાઈ ગામીત રહે.સાદડવાણ તા.વ્યારા જી.તાપી ના પાસે એક લેપટોપ, તેમજ ટેબ્લેટ (મોબાઈલ) ચોરેલ હોવાની હકિકત મળેલ જે આધારે ચાંપાવાડી, ચોકડી ખાતેથી અક્ષય ઉર્ફે પાનો વસંતભાઈ ગામીત પાસેથી રિયલમી કંપનીની ટેબ્લેટ તેમજ એચ.પી. કંપનીનુ લેપ્ટોપ આધાર-પુરાવવા વગર મળી આવેલ હોય જે સંબધે પકડાયેલ શંકમદ ઈસમની સધન પુછ પરછ કરતા તેણે ટેબ્લેટ તેમજ લેપ્ટોપ શિરિષપાડા, ખાતે રોડની નજીક આવેલ દુકાન માથી અન્ય બે સહ આરોપી સાથે મળીને ચોરી કરેલાની કબુલાત કરી હતી. જે સંબધે સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી આ ચોરી કરનાર (૧) અક્ષય ઉર્ફે પાનો વસંતભાઈ ગામીત રહે. સાદડવાણ તા.વ્યારા જી.તાપી(૨) કનુભાઈ ઉર્ફે સ્પાઈડી રણજીતભાઈ ગામીત રહે.કાટીસકુવા નજીક તા.વ્યારા જી.સુરત (૩) આકાશભાઈ ઉર્ફે બંટી નિમેશભાઈ ચૌધરી રહે.ચાંપાવાડી તા.વ્યારા જી.તાપીની અટક કરી આરોપીઓ પાસેથી એચ.પી. કંપનીના લેપટોપની કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા રીયલમી કંપનીનું ટેબલેટ (ફોન)ની કિંમત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧)અક્ષય ઉર્ફે પાનો વસંતભાઈ ગામીત ઉ.વ.૨૦ રહે. સાદડવાણ તા.વ્યારા જી.તાપી
(૨)કનુભાઈ ઉર્ફે સ્પાઈડી રણજીતભાઈ ગામીત ઉ.વ.૨૧ રહે.કાટીસકુવા નજીક તા.વ્યારા જી.તાપી
(૩)આકાશભાઈ ઉર્ફે બંટી નિમેશભાઈ ચૌધરી ઉ.વ.૨૧ રહે.ચાંપાવાડી તા.વ્યારા જી.તાપી
મળી આવેલ મુદ્દામાલ :-
(૧)એચ.પી.કંપનીનું લેપટોપની કિંમત રૂ.૩૦,૦૦૦/-
(૨) રીયલમી કંપનીનું ટેબલેટ(ફોન)ની કિંમત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનો :-
સોનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. A પાર્ટ ગુ૨નં- ૧૧૮૨૪૦૦૪૨૪૧૭૯૪/ ૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ
ટીમ :-
પો.ઈન્સ.શ્રી કે.ડી. મંડોરા, પો.સબ.ઈન્સ. કે.આર. પટેલ, પો.સ.ઈ. એસ.સી. ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી એન.જી. પાંચાણી, ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ, અ.પો.કો. રાહુલભાઈ દિગબરભાઈ, એલ.સી.બી તાપી તથા એ.એસ.આઈ રૂપસિંગભાઈ નાનીયાભાઈ, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, આ.હે.કો. પ્રવિણભાઈ ભરતભાઈ, અ.પો.કો. રાજુભાઈ જીણાભાઈ, અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઈ સોનગઢ પોલીસ સ્ટેશનએ કામગીરી કરેલ છે.