મૂળ કલમકુઇનો યુવક કે જે સુરત જિલ્લાના કમલાપુર પી.એચ.સી.નાં નરેણ સબ સેન્ટર ખાતે ફરજ બજાવે છે તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ 

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા; 25; સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમલાપુર હસ્તકના નરેણ સબ સેન્ટર ખાતે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે.
આ યુવક ઉ.વ.32 નું મૂળ વતન તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું કલમકુઇ ગામ છે. તેમણે તા.24 4 2020ના રોજ માંડવી ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 ટેસ્ટ કરાવેલ, જે પોઝેટિવ આવતા તાપી જિલ્લાના આરોગ્ય વિભાગે આ યુવકના વતનના ગામ ખાતે સર્વેની કામગીરી હાથ ધરી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other