“ગંગા સમગ્ર” તાપી પ્રાંત, અને રાષ્ટ્ર સેવિકા સમિતિ વ્યારા દ્વારા માધવ આશ્રમ શાળા દેવલપાડા ખાતે 101 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આર.એસ.એસ. પ્રકોસ્ટ “ગંગા સમગ્ર” તાપી પ્રાંત, અને રાષ્ટ્ર સેવિકા સમિતિ વ્યારા, ગંગા સમગ્રના ગુજરાત પ્રદેશ સંયોજકશ્રી અરુણસિંહજી રાજપૂત ના આદેશથી અને પ્રદેશ સંગઠન મંત્રીશ્રી પ્રકાશભાઈ યાદવ પાટિલના માર્ગદર્શન મુજબ આજે તા.15/08/2024 ગુરુવાર સવારે 09:00 વાગે શ્રી માધવ આશ્રમ શાળા દેવલપાડા (દેવલી માડી) ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ધ્વજવંદન અને વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “ગંગા સમગ્ર” પદાધિકારીઓમાં શિક્ષણ આયામના અધ્યક્ષ નિમિષાબેન, ઉપાધ્યક્ષ નંદાબેન શાહ, ગંગા વાહિની આયામના અધ્યક્ષ કીર્તિબેન અલમૌલા, સંચાર મીડિયા આયામ અધ્યક્ષશ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી પિંકલભાઇ પંચાલ, શ્રી માધવ આશ્રમ શાળા દેવલપાડાના આચાર્યાશ્રી સવિતાબેન અરવિંદભાઈ, શિક્ષક મિત્રો, 180 વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગામના સામાજિક અગ્રણીઓએ ખાસ હાજરી નોંધાવી 101 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.