તાપી જિલ્લા સેવાસદન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

Contact News Publisher

રક્તદાન કેમ્પ દ્વારા ૩૬ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ ૭૮માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જીલ્લા પંચાયત તાપીના પંચકર્મ કેન્દ્ર ખાતે જીલ્લા આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત તાપી તથા માલીબા રક્તદાન કેન્દ્ર અને ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્રારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લા સેવા સદનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાઇ ૩૬ યુનિટ જેટલુ રક્તદન કર્યુ હતું. આ રક્ત જરુરિયાતમંદ નાગરિકો કે પરિવારો માટે ખુબ જ ઉપયોગી બનશે

કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગે “રક્ત દાન એ જ મહાદાન છે “એમ કહી સૌ ને સમયાંતરે રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પાઉલ વસાવાએ ઉપસ્થિત સૌને રક્તદાન વિશે માહિતી પુરી પાડી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રક્તદાતાઓને પ્રમાણપત્ર/મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રંસગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી.વી.એન.શાહ ,તાપી જિલ્લાના પોલિસ વડાશ્રી રાહુલ પટેલ, આર.એ.સી.શ્રી આર.આર. બોરડે વિશેષ ઉપસ્થિતી નોંધાવી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુમાં રક્તદાન કેમ્પ સાથે સાથે આરોગ્યની ટીમ દ્રારા બ્લડ પ્રેસર, ડાયાબિટીસની તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ૩૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આર.સી.એચ.ઓશ્રી. ડો. ભાર્ગવ દવે દ્રારા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભર વ્યક્ત કરવામાં આવ્યો હતો
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other