સોનગઢ નગરપાલિકા દ્વારા ૩૦ ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

Contact News Publisher

આશરે બે હજારથી વધુ જનમેદની તિરંગા યાત્રામાં ઉમકળાભેર જોડાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સમગ્ર તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા ધ્વારા આયોજિત તિરંગાયાત્રા સોનગઢ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ યાત્રા ૩૦ ફૂટ તિરંગા સાથે નગરપાલિકાકચરીથી નીકડી હાથી ફળિયા થઇ દક્ષીણ ફળિયા થી સયાજી સર્કલ થઈ શ્રી છત્રપતી શિવાજી મહારાજ ચોક થી મરીમાતા રોડ થઈ વાણીયા ફળિયાથી ફરી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી.

સોનગઢ નગરપાલિકા ધ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં પ્રમુખશ્રી મયંકભાઈ જોષી, મામલતદારશ્રી નલીનીબેન ચાંપાનેરીયા, સોનગઢ નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી ધર્મેશભાઈ જે. ગોહેલ, સંગઠન પ્રમુખશ્રી હેતલભાઈ મહેતા, નગરપાલિના માજી.ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન ગામીત તેમજ નગરપાલિકાના તમામ માજી. સભ્યશ્રીઓ, સોનગઢ નગરના ભા.જ.પા સંગઠન મહામંત્રીશ્રી રાજુભાઈ ભાવસાર તેમજ સંગઠનના હોદેદારો, ગામના વડીલો તથા સોનગઢ નગરપાલિકામાં આવેલ વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીશ્રીઓ તેમજ સોનગઢ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ તથા સોનગઢના નગરજનો તેમજ તમામ શાળાના વિદ્યાર્થીઓ મળી આશરે 2300ની મોટી સંખ્યામાં નાગરીકો ભવ્ય તિંરંગા યાત્રામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં“એક પેડ માં કે નામ”અભિયાન અંતર્ગત અંદાજીત ૬00 થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other