વીરપુર શાળાના બાળકોએ ગુજકોસ્ટ પ્રાયોજિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા અમદાવાદ સાયન્સ સિટીનો નિ :શુલ્ક શૈક્ષણિક પ્રવાસનો લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગરના ગુજકોસ્ટ પ્રેરીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા આખા જિલ્લામાંથી કુલ ૫૬ શાળાઓને મફત શૈક્ષણિક પ્રવાસ અમદાવાદ સાયન્સ સિટી ખાતે કરાવવામાં આવશે. જેમાં ૪૦ માધ્યમીક શાળા અને ૧૬ પ્રાથમિક શાળઓમાંથી એમ કુલ ૨૮૦૦ બાળકો અને ૧૧૨ શિક્ષકો ને ફ્રી શૈક્ષણિક પ્રવાસ અમદાવાદ સાયન્સ સિટી ગુજરાત સરકારશ્રીની GSRTC ની Deluxe બસો દ્વારા કરાવવામાં આવશે. જેનું પ્રાયોજન GUJCOST ના અને કમિશ્નર ઓફ સ્કૂલ ના પરિપત્રના માધ્યમથી જિલ્લા આયોજન વ્યવસ્થા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેક્ટર કેતન શાહ તથા સુરત જિલ્લા માટે ભૂમિલ શાહ તથા વિજ્ઞાન પ્રચારકો રણજિત ગામીત, પ્રકાશ ચૌધરી અને ઉદય જોષી દ્વારા દરરોજ મંગળવાર થી શુક્રવાર એમ ચાર દિવસ જુદી જુદી શાળાને લાભ આપવામાં આવશે. આજરોજ જીલ્લાની બે શાળાઓ વિદ્યાકુંજ વીરપુર અને માં શિવદુતી શાળાના વિધાર્થીઓએ લાભ લીધો. આ પ્રવાસને લીલી ઝંડી આપતાં સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ભૂમિલ શાહ, સામાજીક આગેવાન રાજુ મોહિતે, સૌરભ કોંકણી ઉપસ્થિત રહ્યા હતાં. સરકારશ્રી અને ગુજકોસ્ટના આ સરાહનીય કાર્યને તાપી શિક્ષણ સમાજ દ્વારા બિરદાવવામાં આવે છે અને ખુબ જ પ્રશંસાને પાત્ર છે. બાળકો, વાલીઓ અને શિક્ષકો આનંદ ખુશીથી આકુળ વ્યાકુળ થઈ પ્રાયોજકો અને આયોજકો સૌનો આભાર વ્યક્ત કર્યો.