સરદાર વલ્લભભાઇ વિદ્યાલય નિઝરના વિધાર્થીઓએ પોલીસ સ્ટેશન અને સિવિલ કોર્ટની મુલાકાત લીધી
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : આજ રોજ સરદાર વલ્લભભાઇ વિદ્યાલય નિઝર, જિ. તાપીના વિદ્યાર્થીઓ, શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓએ “નિઝર પોલીસ સ્ટેશન અને સિવિલ કોર્ટ (ન્યાયાલય)” ની મુલાકાત લીધી. નિઝર પોલીસ સ્ટેશનના ઉપસ્થિત Assistant P.S.I. શ્રી સંજયભાઇ ભાલેરાવ દ્વારા પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા. ત્યારબાદ વિધાર્થીઓએ કુતુહૂલપુર્વક જેલના કેદીઓ અને કયા ગુનાઓ માટે જેલમાં રાખવામા આવ્યા છે તેની માહિતી પણ મેળવી. ત્યારબાદ વિધાર્થીઓએ સિવિલ કોર્ટની પણ મુલાકાત લીધી અને કોર્ટમાં માનનીય જજ સાહેબશ્રી એ.એમ. શુક્લા સાહેબની ઉપસ્થિતિમાં શ્રીઅકબરભાઇ મન્સુરી, સરકારી વકિલશ્રી પંકજભાઇ વસાવા અને વકિલશ્રી દિલવરભાઈ ઠાકરે દ્વારા કોર્ટની કામગીરીથી વિધાર્થીઓને અવગત કરાવ્યા સાથે વિધાર્થીઓ દ્વારા જિજ્ઞાસાપુર્વક પુછાયેલ પ્રશ્નોના પણ ખુબ જ સરલ ભાષામાં ઉત્તર આપ્યા. શાળાના આચાર્યશ્રી કિરણભાઇ ચૌધરીએ, સર્વ પોલીસ સ્ટાફ, ન્યાયાલયનો સ્ટાફ અને આ મુલાકાતનુ આયોજન કરી આપનાર એડ.શ્રી દિલવરભાઇ ઠાકરેનો આભાર માન્યો હતો અને સૌ છુટા પડયાં હતા.