તાપી જિલ્લાકક્ષાના ૭૫માં વન મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની ખાસ ઉપસ્થિતિ

Contact News Publisher

પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લાના સૌંદર્યને ટકાવી રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે – રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા મહાનુભાવો દ્વારા અનુરોધ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૩ :- તાપી જિલ્લામાં જયેશ ભૂલકા ભવન વ્યારા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પર્યાવરણનું જતન અને સંરક્ષણ એ આપણી સૌની જવાબદારી બને છે.

મંત્રીશ્રી હળપતિએ જણાવ્યું કે, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા તાપી જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદાર બનીને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ હિતેચ્છુ અભિગમ અપનાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પણ પર્યાવરણના જતનમાં નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવતા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત, કચરો કચરા પેટીમાં નાખવા, કાપડની થેલીનો ઉપયોગ કરવા અને લોકોને સ્વસ્છતા પ્રત્યેની ભાવના કેળવવા અને જાગૃત કરવા માટે પ્રયાસો કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાસંગિક ઉદ્બોદન કરતા મુખ્ય વન સંરક્ષણ ડૉ.કે.શશી કુમારે તાપી જિલ્લાની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં સૌથી વધું વૃક્ષો તાપી જિલ્લામાં છે.તાપી જિલ્લો કુદરતના ખોળે વસેલો જિલ્લો છે.

આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગના લાભાર્થીઓના લાભો અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા. નાયબ વનરક્ષક શ્રી પુનિત નૈયર, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા, નિવાસી અધિક કલેકટર શ્રી આર આર બોરડ, જિલ્લા પંચાયત અને તાલુકા સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદાર શ્રીઓ, જયેશ ભૂલકા ભવનના આચાર્યશ્રીઓ, સહીત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *