M B W-2024 ઈન્ટરનેશનલ ટેકવન્ડૉ ઓપન ચેમ્પિયનશિપ મલેશિયામાં વ્યારા-તાપીના તારલાઓની સીધ્ધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મલેશિયા તા.૦૨/૦૮/૨૦૨૪ થી ગવ તા.૦૪/૦૪/૨૦૨૪ દરમ્યાન MBW-2024 ઈન્ટરનેશનલ ટેકવન્ડો ચેમ્પીયનશીપ-૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ કુલ-20 દેશોના જેમાં વ્યક્તિગતમાં કુલ-૨૦૦૦ એથલેટીકોએ ભાગ લીધે હતો. જેમાં વ્યારા તાપી ટેકવનડો એકેડમી ના 3 ત્રણ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો જેમાં તસવીરમાં ( 1)ઈવા પટેલ (ગોલ્ડ મેડલ) (2) કુશ અભિષેક ઠાકોર(ગોલ્ડ મેડલ) (સિલ્વર મેડલ) (3) ત્રિશા અક્ષયકુમાર સાલવે(ગોલ્ડ મેડલ)(સિલ્વર મેડલ) વિનય બી પટેલ કોચ આમ પાંચ મેડલો પ્રાપ્ત કર્યા ઘણા વર્ષોથી ચાલતા તાપી ટેકવોન્ડો (કરાટે) ક્લાસના ચીફ, તેમજ ઓલ ગુજરાત ટેકવન્ડો એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ અને નેશનલ રેફરી એવા 4ડાન બ્લેક બેલ્ટ વિનય બી. પટેલના નેજા હેઠળ વિદ્યાર્થીઓ આગળની સીધ્ધીઓ માટે તાલીમ લઈ રહ્યા છે, જેમા ઓલ ગુજરાત ટેકવન્ડોના સેક્રેટરીશ્રી વિકાશભાઇ વર્મા અને શ્રી વિનય બી. પટેલ જેઓના નેજા હેઠળ તૈયાર થયેલ ઈવા પટેલ કુશ અભિષેક ઠાકોર ઉં.વ-૮ રહેવાસી પનીયારી ગામ અને ત્રિશા અક્ષય કુમાર સાળવે ઉં.વ-૮ રહેવાસી વ્યારા તા.વ્યારા જિલ્લો તાપીનએ તાપી જિલ્લા ગુજરાત રાજ્યવતી વ્યક્તિગત તથા જોડી (પેર) માં ભાગ લીધેલ. જેમાં ત્રિશા અક્ષયકુમાર સાળવે ઉં.વ-૮ રહેવાસી વ્યારા, કુશ અભિષેક ઠાકોર ઉં.વ-૮ રહેવાસી પનીયારી તા.વ્યારા રહેવાસી-વ્યારા જિલ્લો તાપીએ વ્યક્તિગત કુલ-૨૦૦૦ એથલેટીકોમાંથી ગોલ્ડ મેડલ તથા કુશ અભિષેક ઠાકોર અને ત્રિશા અક્ષયકુમાર સાળવે એ જોડીમાં સીલ્વર મેડલ મેળવી તાપી જિલ્લા, ગુજરાત રાજ્ય તેમજ આપણા ભારત દેશનું નામ રોશન કરેલ છે. જેમાં ઈવા પટેલ રહેવાસી-વ્યારા જેઓ જન્મથી વિકલાંગ, બોલી ના શકે, સાંભળી ના શકે હોવા છતા સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે.