જિલ્લાની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “હર ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત ચિત્ર-રંગોળી સ્પર્ધાનુ આયોજન કરાયુ
હર ઘર તિરંગા અભિયાન- તાપી જિલ્લો
–
વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ-ભક્તિ-ભાવનાના ગુણો વિકસે તે હેતુથી “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત ચિત્ર-રંગોળી સ્પર્ધા યોજાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ દેશના તમામ નાગરીકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે તાપી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “હર ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, દેશભક્તિ, દેશભાવનાના ગુણો વિકસે તેમજ કલા, કૌશલ્ય અને સમજ વિકસે એ સંદર્ભે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર અને રંગોળી સ્પર્ધા યોજવમાં આવી હતી.જેમાં તાપી જિલ્લાની કુલ ૧૫૯ શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
000