વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ ખાતે “ગંગા સમગ્ર” ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 9મી ઓગષ્ટ 2024 “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે પ્રાથમિક શાળા ગુણસદા ફાર્મ તા. સોનગઢ ખાતે 51 વૃક્ષો અને તા.10 ઓગષ્ટ 2024 ના રોજ આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ ખાતે 151 વૃક્ષોનું, આર.એસ.એસ. પ્રકોસ્ટ “ગંગા સમગ્ર” તાપી પ્રાંતએ ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી અરુણસિંહજી રાજપૂતના આદેશથી પ્રદેશ સંગઠન મંત્રીશ્રી પ્રકાશભાઈ યાદવ પાટિલના માર્ગદર્શન મુજબ “ગંગા સમગ્ર” તાપી પ્રાંત, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન (જે.કે.પેપરમીલ) અને સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના સંયુક્ત ઉપક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજ ના “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ સફળતાં પૂર્વક વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વૃક્ષોમાં ફળાઉ તથા ઔષધિય મળીને રાયણ, જમરૂખ, સીતાફળ, જાંબુડા, કમરખ, ફણસ, લીંબુ, સરગવો, લીમડો, આસોપાલવ, બોરસલ્લી, કદંબ, વડ, પીપળો, હરડે વગેરે રોપવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ વૃક્ષોના ઉછેર અને પર્યાવરણ જાળવણી માટે કાળજી લેવાનો સંકલ્પ કર્યો હતો.

વિદ્યાર્થીનીઓ એ વૃક્ષો ના ઉછેર અને પર્યાવરણ જાળવણી માટે કાળજી લેવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સભ્યશ્રી સંજયભાઈ શાહએ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફનો પર્યાવરણ જાગૃકતા અને ઉત્સુકતા માટે, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન (જે.કે. પેપર મીલ) તથા રોપા ઉપલબ્ધ કરાવનાર સામાજીક વનીકરણ વિભાગ સોનગઢનો આભાર વ્યક્ત કર્યો હતો.ખરેખર “એક પેડ માઁ કે નામ” અંતર્ગત વૃક્ષારોપણનો આ કાર્યક્રમ ખુબજ સકારાત્મક અને ઉત્સાહભર્યા વાતાવરણ માં સંપન્ન થયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *