આજથી માંગરોળ તાલુકામાં 23175 nfsa રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે
સસ્તા અનાજની 50 દુકાનના સંચાલકોને પી.પી.ઇ. કીટ, સેનીતાઇઝર, માસ્ક, હેન્ડ ગ્લોઝ આપવામાં આવ્યા
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ 23.175..nfsa રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિનામૂલ્યે અનાજ નું વિતરણ કરવામાં આવશે જેમાં વ્યક્તિ દીઠ 1.50. કિલોગ્રામ. ચોખા અને 3.500. કિલોગ્રામ ઘઉં તાલુકાની તમામ સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર આપવામાં આવશે.. કોરોનાવાયરસ ની મહામારીને ધ્યાન ઉપર લ ઇ સરકાર દ્વારા બીજા તબક્કામાં nfsa રેશનકાર્ડ ધારકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે ઉપરોક્ત આ બાબતે માંગરોળના નાયબ મામલતદાર અને પુરવઠા અધિકારી ગીરીશભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું કે માંગરોળ તાલુકાની કુલ 50 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ વિતરણ પ્રક્રિયા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો હેઠળ ગ્રાહકોને કરવામાં આવશે તકેદારીના પગલારૂપે માંગરોળ તાલુકાની 50 જેટલી સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પી.પી.ઇ કીટ માસ્ક સે નીતાઈઝર હેન્ડ ગ્લોઝ જેવી સુરક્ષાની વસ્તુ આપવામાં આવી છે જેથી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની સુરક્ષાની તકેદારી અમે રાખી છે