સી.એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા દ્વારા “ડાયાબીટીસ અને હાયપરટેન્શન માટે નિવારક પગલાં” વિષય પર સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે (06-08-2024) સી.એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા દ્વારા “ડાયાબીટીસ અને હાયપરટેન્શન માટે નિવારક પગલાં” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. HMAI વ્યારા યુનિટ આ સેમિનાર સાથે સંકળાયેલું હતું. સેમિનારના વક્તા ડો. પિયુષ દેસાઈ (મુખ્ય એન્ડોક્રિનોલોજિસ્ટ) દેસાઈ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઈન ક્લિનિક, સુરતના હતા. 4th BHMS ના વિદ્યાર્થીઓ, ઈન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોએ આ સેમિનારનો લાભ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શ્રીમતી જે આર રાવ ના નિર્દેશન હેઠળ ડિપાર્ટમેન્ટ ઑફ પ્રેક્ટિસ ઑફ મેડિસિન એન્ડ કોમ્યુનિટી મેડિસિનના બેનર હેઠળ ડૉ. જે.જે. જૈનની આગેવાની હેઠળની સેમિનાર સમિતિ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.