લોકડાઉનમાં કેવિકે વ્યારા દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી અંગે ઓનલાઈન ડાયલ – આઉટ કોન્ફરન્સ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક ૧૪ હજારથી પણ વધી ગયો છે . સમગ્ર દેશ લોકડાઉનમાં છે . ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , તાપી જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વ્યારા ખાતે કાર્યરત છે . મશરૂમની ખેતી કરનાર ખેડૂતો કેન્દ્ર ખાતે માર્ગદર્શન મેળવવા રૂબરૂ આવી ન શકે તે માટે તેઓને ઘરે બેઠાં કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી અંગે જરૂરી ઓનલાઈન માહિતી આપવાનો નવતર પ્રયોગ તા . ૨૩ / ૦૪ / ૨૦૨૦ ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન ના સહયોગથી ડાયલ – આઉટ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાઓ માથી કુલ ૭૩ ખેડૂતોએ ઉમંગભેર ભાગ લીધો હતો . સૌ પ્રથમ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયાએ ખેડૂતોને ભારત સરકારે જાહેર કરેલા રાષ્ટ્રિય કૃષિ સલાહ તથા ખેડૂતો – વેપારીઓ વચ્ચે જોડાણ કરવા અંગે કૃષિ ચીજવસ્તુઓના સરળ પરિવહન માટે શરૂ કરવામાં આવેલ કિસાન રથ એપ વિશે સમજણ આપી હતી તેમજ કોરોના વાયરસથી બચવા અંગે જાગૃતિ કેળવવા માટે આરોગ્ય સેતુ એપ્લીકેશનનું મહત્વ સમજાવ્યું હતું . –
સદર તાલીમ અંતર્ગત કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક , ડૉ . સચિન એમ . ચવ્હાણ દ્વારા મશરૂમની ઉપયોગીતાઓ , મશરૂમનો ઈતિહાસ , ગુજરાતમાં મશરૂમ ખેતીની તક , તેના ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ , મશરૂમના વિવિધ પ્રકાર , મશરૂમની ખોરાક તરીકે વિવિધ ઉપયોગીતાઓ , આરોગ્યની દૃષ્ટિએ મશરૂમના ફાયદાઓ , ઓઈસ્ટર ( ઢીંગરી ) મશરૂમની ઉછેર પધ્ધતિ , મશરૂમ ઉત્પાદનના અગત્યના મુદ્દાઓ , મશરૂમનાં રોગ જીવાતોની ઓળખ અને તેનું વ્યવસ્થાપન વિશે માહિતગાર કર્યા હતા . મશરૂમમાં શરીરની પ્રતિકારકશકિત મજબૂત રાખવા માટેના ગુણધર્મો હોવાથી હાલના કોરોના વિષાણુ સામે લડવા માટે મશરૂમ કઈ રીતે મદદરૂપ થાય તેની પણ છણાવટ કરી હતી . અંતમાં , કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ મશરૂમ ખેતી સંબંધિત પોતાને મૂંઝવતા પ્રશ્નો રજૂ કરી વૈજ્ઞાનિક ડૉ . ચવ્હાણ દ્વારા નિરાકરણ મેળવ્યું હતું . મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કેવિકે વ્યારાનો ( મોબાઈલ નં . ૮૩૪૭૯૯૧૪૧૫ ૯૭૧૨૮ ૬૮૫૧૮ ) સંપર્ક કરવો .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other