પુંસરી પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન ગુર્જરી દાહોદનાં ઉપક્રમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળા ખાતે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 6 થી 8 નાં કુલ 189 બાળકોને વિજ્ઞાન ગુર્જરી વિશે માહિતી આપવામાં આવી હતી.
સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 માં મુખ્ય વિષય “ભારતીય વૈજ્ઞાનિકોનાં જીવન અને પ્રેરણા” બાળકોને સમજાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભે પુંસરી પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજેશભાઈ પટેલ અને માર્ગદર્શક શિક્ષક સુરેશભાઈ માળીએ સૌને આવકારી બાળકોને વિજ્ઞાન ગુર્જરી વિશે બેઝિક માહિતી આપી હતી. તેમણે સંયુક્તપણે જણાવ્યું હતું કે વિજ્ઞાન ગુર્જરી દ્વારા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં વિજ્ઞાનની માહિતી પહોંચાડવાનું કામ થાય છે. સદર કાર્યક્રમમાં સંસ્થાનાં વિજ્ઞાન ગુર્જરીનાં જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશભાઈ લીંબાચીયા તથા ચેતનભાઇ પટેલનો સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટનાં આયોજન માટે પુંસરી શાળાની પસંદગી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.